સુરત : પીએમના માતા પર અપમાનજનક ટિપ્પણીનો સુરતમાં ભાજપ દ્વારા વિરોધ

Featured Video Play Icon
Spread the love

સુરત : પીએમના માતા પર અપમાનજનક ટિપ્પણીનો સુરતમાં ભાજપ દ્વારા વિરોધ
હાથમાં વિવિધ પ્લેકાર્ડ અને બેનરો લઈને રાહુલ ગાંધી માફી માંગેના નારા લગાવ્યા
મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ જોડાઈ

બિહારમાં યોજાયેલ કોંગ્રેસની સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રમોદીની માતાને લઈ કરાયેલી અભદ્ર ટીપ્પણીના વિરોધમાં સુરતમાં મહિલાઓ દ્વારા કલેકટરાલયે પહોંચી આવેદન પત્ર આપી રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવાયા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને લઈને બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પણી કરાઈ હતી. જેને લઈ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેના પડઘા પડી રહ્યા છે. ત્યારે સુરત કલેકટરાલયે મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી અને કલેકટરને આવેદન પત્ર આપવાની સાથે રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવવામાં આવ્યા હતાં. તો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ જોડાઈ હતી. અને માતૃશક્તિનું અપમાન નહીં સહે તેમ કહ્યુ હતું. તો આ વિરોધ પ્રદશનમાં સુરત મહાનગર પાલિકા શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, સુરત મહિલા મોરચા મહામંત્રી જાગૃતિ બેન સહિતનાઓ જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *