સુરત : દ.ગુજરાત ફ્લાય એશ બ્રિક્સ મેન્યુફેક્ચર વેલ્ફેર એસોસીએશન દ્વારા આવેદન પત્ર
મેન્યુફેક્ચર્સને ફ્લાય એશ સમયસર કે યોગ્ય દરે મળે તેવી માંગ કરાઈ
સુરત કલેકટરને દક્ષિણ ગુજરાત ફ્લાય એશ બ્રિક્સ મેન્યુફેક્ચર વેલ્ફેર એસોસીએશન દ્વારા આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરાઈ હતી.
સુરત કલેકટરાલયે સુરત જિલ્લાના નાના ઈંટ બ્રિક્સ મેન્યુફેક્ચર્સ અને એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગકારોના પ્રતિનિધિઓ તરીકે આપને આ આવેદન રજુ કરી જણાવ્યુ હતું કે હાલમાં રિલાયન્સ કંપની ના હજીરા પાવર પ્લાન્ટ ખાતેથી નીકળતી ફ્લાયએશ એજન્ટો મારફતે જ વિતરણ કરવામાં આવે છે જેના કારણે નાના મેન્યુફેક્ચર્સને ફ્લાયએશ સમયસર કે યોગ્ય દરે મળતી નથી જેને લઈ તેઓની પરિસ્થિતિ કફોડી બની રહી છે. તો વધુમાં આ અંગે મીડિયા સાથે વાત કરાઈ હતી.
