સુરતમાં મિલમાં ડ્રમ ફાટ્યું, મૃત્યુઆંક 5 થયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મિલમાં ડ્રમ ફાટ્યું, મૃત્યુઆંક 5 થયો
95 ટકા દાઝેલા વધુ બે મહિલા અને યુવકનું મોત,
આર્થિક વળતરની માગ સાથે મહિલાઓએ ચક્કાજામ કર્યો

સુરતના પલસાણાના જોળવા ખાતે મીલમાં લાગેલી આગમાં વધુ બે કામદારોના મોત નિપજ્યા હોય જેને લઈ મૃતકોના પરિવારજનો દ્વારા હંગામો મચાવ્યા બાદ ઉધના દરવાજા પર રસ્તા જામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતના પલસાણાના જોળવા ખાતે સંતોષ મિલમાં લાગેલી આગ મામલે વધ બે કામદારો ના મોત નિપજ્યા છે. પ્રીતિસીંગ નામની મહિલા અને જોગીન્દરસીંગ પ્રજાપતિ નામના વ્યક્તિનું મોત થયું થયુ છે જેને લઈ આ આગ કાંડમાં અત્યાર સુધી કુલ 5 લોકોના મોત થયા છે. જેને લઈ મૃતકોના પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો. અને સાથે ઉધના દરવાજા પર રસ્તા જામ કરવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈ તાત્કાલિક પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. હાલ મૃતક પરિવારજનો વળતરની માંગ કરી રહ્યા છે જો કે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *