સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગનું ડુમસ બીચ પર ચેકીંગ

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગનું ડુમસ બીચ પર ચેકીંગ
68 સંસ્થાઓમાં તપાસ કરી 103 સેમ્પલો લેવાયા
પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી દંડ ફટકારાયો

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડુમસ બીચ પર ચેકીંગ કર્યુ હતુ અને 68 સંસ્થાઓમાં તપાસ કરી 103 સેમ્પલો લેવાયા હતાં જ્યારે પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી દંડ ફટકારાયો હતો.

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડુમસ બીચ પર ચેકીંગ સહિતની કાર્યવાહી કરાઈ હતી. ખાણી પીણીનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરાઈ હતી. જેમાં 68 સંસ્થાઓમાં ચેકીંગ કરી 103 સેમ્પલ લેવામાં આવ્યા હતાં. તો 51 સંસ્થાઓને આરોગ્યલક્ષી નોટિસ અપાઈ હતી. રેલવે અને બસ સ્ટેશન પર 260 સંસ્થાઓમાં પણ તપાસ કરાઈ હતી. અને ડસ્ટબિન ન રાખતી સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી. તો સિંગલ યુઝ પ્લાસ્ટિક હેઠળ 674 સંસ્થાઓમાં ચેકીંગ કરાઈ હતી. અને 140 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો હતો. જ્યારે કસૂરવાસ સંસ્થાઓ પાસેથી 4.36 લાખના દંડની વસૂલાત કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *