સુરતમાં ઘરફોડ ચોરીના આરોપીઓને પોલીસે ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઘરફોડ ચોરીના આરોપીઓને પોલીસે ઝડપ્યો
લેક ગાર્ડનમાં ઘર નંબર બે માં તસકરોએ હાથ ફેરો કર્યો હતો
તસકરો 7 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

સુરતની સિંગણપોર ડભોલી પોલીસ મથક વિસ્તારમાં ઘરફોડ ચોરીના આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરને પણ ઝડપી પાડ્યો છે.

સુરતની સિંગણપોર ડભોલી પોલીસે જણાવ્યું હતું કે તારીખ 25 /4 /2025 થી તારીખ 26 /4 /2025 દરમિયાન જમના નગર સોસાયટી ડભોલી લેક ગાર્ડનમાં ઘર નંબર બે માં તસકરોએ હાથ ફેરો કર્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર ના મકાનમાં મારેલા તાળા તોડી ઘરમાં પ્રવેશી સોના ચાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયા મળી 7,36,000 ની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે સિંગણપોર ડભોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આજુબાજુના સોસાયટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન જમનાનગર સોસાયટીમાં ચોરી કરનાર આરોપીઓ અંગે પોલીસને બાતમી મળી હતી જેથી પોલીસે બાતમીના આધારે અજય સિંહ બડીયાસિંગ બાવરી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળક કિશોરને ઝડપી પાડ્યો છે આરોપીઓ પાસેથી પોલીસે 25000 નો મુદ્દા માલ રિકવર કર્યો છે પોલીસે સમંદર સિકંદર સિંગ ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *