સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો
7 હજારના હપ્તાની ચિંતામાં રિક્ષા ચાલકનો આપઘાત.
સુરતના પાંડેસરામાં રિક્ષા ચાલકે આર્થિક તંગીથી કંટાળી કર્યો આપઘાત.
દીકરીના લગ્ન માટે લોન સહિત અન્ય લોકો પાસેથી વ્યાજે લીધા હતા રૂપિયા.
સુરતમાં રોજેરોજ આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં એક રીક્ષા ચાલકે આર્થિક તંગીથી કંટાળી એસિડ ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે અને આપઘાતનુ કારણ ક્યાં તો આર્થિક તંગી હોય અથવા તો પારિવારિક કલેશ. ત્યારે પાંડેસરામાં એક રીક્ષા ચાલકે આપઘાત કર્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જય અંબે સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવતા 40 વર્ષીય રામજી મંડલે છેલ્લા ઘણા સમયથી આવી પડેલી આર્થિક જંગીથી કંટાળી પોતાના જ ઘરે એસિડ ગટગટાવી આપઘાત કર્યો હતો. પુત્રીના લગ્ન કરવા ફાઈનાન્સ કંપની સહિત અન્ય લોકો પાસેથી રિક્ષા ચાલકે વ્યાજે રૂપિયા લીધા હોય અને ફાયઈનાન્સ કંપનીનો સાત હજારનો હપ્તો ભરવાનો હોય જો કે ધંધો ન હોવાથી પતિ અને પત્નિ વચ્ચે બોલાચાલી થતા રિક્ષા ચાલકે હતાશામાં આવી પોતાના ઘરે એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો. હાલ તો બનાવને લઈ પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.