સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ
કરોડોનો સાયબર ફ્રોડ કરનાર રાજસ્થાનના બે શખસોની ધરપકડ
રામસ્વરૂપ શીવનાથારામ બિશ્નોઈ અને સાગર ભાગીરથરામ બિશ્નોઈની ધરપકડ
પોલીસે અનેક બેંકોના એકાઉન્ટો તથા મોબાઈલ સહિત નો માલ કબ્જે કર્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આંતર રાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ટોળકીના બેને સુરત રેલ્વે સ્ટેશન પાસે આવેલ જનતા ઈન હોટલમાંથી ઝડપી પાડ્યા હતાં. તો તેઓને સુરતમાંથી બેંક એકાઉન્ટ મેળવી આપનાર ને પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ટોળકી પાસેથી અનેક બેંક એકાઉન્ટ સહિતની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમની સુચના મુજબ નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા સાયબર અપરાધના ગુનાઓ શોધી કાઢવા અપાયેલી સુચના મુજબ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે આંતર રાષ્ટ્રીય સાયબર ફ્રોર્ડના આરોપીઓ સુરત ખાતે આવેલા છે અને રેલ્વે સ્ટેશન ખાતે જનતા ઈન હોટલમાં રોકાયા છે જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્યાં જઈ ત્યાંથી ટોળકીના બે આરોપીઓ રાજસ્થાની રામસ્વરૂપ શીવનાથારામ બિશ્નોઈ અને સાગર ભાગીરથરામ બિશ્નોઈને ઝડપી પાડ્યા હતાં. તો તેઓ પાસેથી અનેક બેંકોના એકાઉન્ટો તથા મોબાઈલ સહિત નો માલ કબ્જે કર્યો હતો. તો તેઓને સુરતથી બેંક એકાઉન્ટો અપાવનાર કતારગામ નંદુડોશીની વાડી પાસે રહેતા ગાબુ સંજય રામજીભાઈને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના આઠ મોબાઈ, બેંક એકાઉન્ટો, સિમકાર્ડ, રોકડા રૂપિયા, અમેરિકન ટુરીસ્ટર કંપિનીનો બ્લેક કલરનો કોલેજ બેગ, આધારકાર્ડ, ડાયરી સહિતની મત્તા કબ્જે કરી હતી.