સુરત સિવિલ હોસ્પિટલની પી.જી. હોસ્ટેલ મેસમાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ

Featured Video Play Icon
Spread the love

સુરત સિવિલ હોસ્પિટલની પી.જી. હોસ્ટેલ મેસમાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ
સિવિલ પી.જી. હોસ્ટેલની મેસમાં ભોજન અને કિચનની સ્વચ્છતાની તપાસ
મેસમાં પીરસાતા ભોજનની ગુણવત્તા અને ખાદ્ય પદાર્થોની તપાસ

સુરત સિવિલ હોસ્પિટલની પીજી હોસ્ટેલની મેસમાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું છે. મેસમાં પીરસવામાં આવતા ભોજનથી લઈને કિચનની સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુધીની તપાસ હાથ ધરાઈ હતી.

સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી પીજી હોસ્ટેલની મેસમાં આરોગ્ય વિભાગની ટીમ અચાનક પહોંચી હતી અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ મેસમાં તૈયાર કરવામાં આવેલી જમવાની તમામ વાનગીઓની તપાસ કરી હતી. સાથે જ કેન્ટીનના કિચનમાં પણ તપાસ કરવામાં આવી હતી. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, જાળવણી અને મેસમાં સ્વચ્છતાની સ્થિતિને લઈને અધિકારીઓએ સ્થળ પર ચેકિંગ કર્યું હતું. હવે જોવાનું એ રહેશે કે તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને કોઈ ખામી મળી છે કે નહીં અને જો ખામી મળી હશે તો જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *