સુરતના અડાજણમાં કારચાલકે સ્ટિયરિંગ પરથી ગુમાવ્યો કાબૂ
અડાજણમાં કાર પલટી મારતાં અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી
અડાજણમાં કાર પલટી, મોટી દુર્ઘટના ટળી
સુરતના અડાજણ વિસ્તારમાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
સુરતના અડાજણ ગુજરાત ગેસ સર્કલ નજીક કારચાલકનું સ્ટિયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતાં કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો અચાનક બન્યો કે આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાર પલટી મારતાં રસ્તા પર લોકોનું ટોળું એકત્ર થયું હતું. ઘટનામાં કારને નુકસાન થયું છે, જોકે સદનસીબે કારચાલક સહિત કોઈને જાનહાનિ થઈ નથી.
