સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ.
બારડોલીના ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઇ
ભાજપના 11 વર્ષ પુર્ણ થતા “સંકલ્પ સે સિદ્ધિ” કાર્યક્રમ પત્રકાર પરિષદ
સેવા સુશાસન અને ગરિબ કલ્યાણ તેમજ વિકસીત ભારતને સમર્પિત ભાજપ અને એનડીએની કેન્દ્રસરકારે 9 જૂનના રોજ 11 વર્ષ પુર્ણ થતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી આદરણીય શ્રી સી. આર. પાટીલજી, પ્રદેશ સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ની સુચના અને માર્ગદર્શન મુજબ, “સંકલ્પ સે સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કાર્યાલય કમલમ બારડોલી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડના અધ્યક્ષ સ્થાને, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મંત્રીશ્રી કુંવરજી હળપતિ, બારડોલીના ધારાસભ્ય ઇશ્વર પરમારની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી.
મોદી સરકારના સફતળતા પૂર્વક ૧૧ વર્ષ વિકસિત ભારતના અમૃતકાળ સેવા, સુશાસન,ગરીબ કલ્યાણ ના “સંકલ્પ થી સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સિદ્ધિઓ અને વિકાસકાર્યો સહિત પ્રજાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી, ત્યાર બાદ વક્તાશ્રી અને ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું.કે. કેન્દ્ર સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી વિવિધ યોજનાઓ અને દેશહિતમાં મોદીજી દ્વારા લેવામાં આવેલ નિર્ણયો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.વક્તાશ્રી રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે. દેશમા સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરૂજી,ઇંન્દીરા ગાંધીજી હતા .અને ત્યાર પછી આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સતત 11 વર્ષથી લોકપ્રિય વડાપ્રધાન બન્યા છે.પરંતુ 18 અને 16 વર્ષના કાર્યકાળમા જે કામો થયા તેના કરતા અનેક ગણા કામો વડાપ્રધાનશ્રી મોદી સાહેબના 11 વર્ષના કાર્યકાળમાં પુર્ણ થયા છે. સંર્વાગી વિકાસ શું હોઇ શકે તે ગુજરાતમાં આપણે પહેલા જોયું અને હવે દેશમાં જોઇ રહ્યા છીએ.. વડાપ્રધાનશ્રી મોદી સાહેબના નેતૃત્વમાં 11 વર્ષના કાર્યો અકલ્પનિય અને અદભૂત છે જે સુવર્ણ અક્ષરોમાં લખાશે. દેશની જનતાને નરેન્દ્રભાઈ મોદી પર સંપૂર્ણ વિશ્વાસ છે.
આ પત્રકાર પરિષદમાં વક્તાશ્રી અને ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી, મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, સાસદ પ્રભુભાઈ વસાવા.બારડોલીના ધારાસભ્યશ્રી ઇશ્વરભાઇ પરમાર, જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ,મહામંત્રીશ્રી જીગરભાઈ નાયક,રાજેશભાઈ પટેલ કિશનભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ, 11 વર્ષ સંકલ્પ થી સમૃદ્ધિ ના સહ સંયોજક કમલેશભાઇ પટેલ, મોહનભાઈ આહિર,જયેશભાઈ ,તથા અપેક્ષિતો હાજર રહ્યા હતા.
એક બે ત્રણ ચાર બાઈટ છે સુરેશ રાઠોડ હિન્દી ન્યૂઝ બારડોલી