તાપી જિલ્લાના સોનગઢ ખાતે જનઆક્રોશ રેલી કાઢવામાં આવી.
આતંકવાદી હુમલાના વિરોધમાં લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો
રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.
પહેલગામમા ટુરિસ્ટો પર થયેલા આતંકવાદી હુમલાનાને લઇ તાપી જિલ્લાના સોનગઢ ખાતે જનઆક્રોશ રેલી કાઢવામાં આવી.
તાપી જિલ્લાના સોનગઢ ખાતે જનઆક્રોશ રેલી કાઢવામાં આવી. કાશ્મીરના પહેલગામમા ટુરિસ્ટો પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો. હાથમાં પ્લે કાર્ડ લઈને નીકળેલ જનમેદની એ ‘હાય રે પાકિસ્તાન હાય હાય’…. આતંકવાદ મુર્દાબાદ… જેવા નારાઓ લગાવ્યા. સોનગઢ માં આંબેડકર ચોક થી બસ સ્ટેન્ડ સુધી નીકળેલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. હિન્દુ સંગઠનના આગેવાનોએ દેશ વિરોધી માનસિકતા ધરાવનાર લોકોનો આર્થિક સામાજિક બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી….સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિંદ ટીવી ન્યૂઝ તાપી