હજુ 2 દિવસ મધ્યમ વરસાદ વરસી શકે છે,
આજથી ગરમી ફરી રંગ બતાવશે,
3 થી 5 ડિગ્રી તાપમાન વધશે
હાલ મે મહિનો ચાલી રહ્યો છે પરંતુ, રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી માવઠાંને કારણે તાપમાનમાં ઘટાડો થતા ચોમાસા જેવો માહોલ જામ્યો છે. હવામાન વિભાગે હજી પણ આજે અને આવતીકાલે બે દિવસ રાજ્યના અલગ- અલગ વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની પણ આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે બે દિવસ રાજ્યના અલગ- અલગ વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે આગાહી કરી છે. જેમાં 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવું વાવાઝોડું રહેશે. આણંદ, ભાવનગર અને ખેડા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. વાદળછાયું વાતાવરણ સાથે વીજળી પડવાની પણ સંભાવના રહેશે.
હવામાન વિભાગે કમોસમી વરસાદની સાથે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો થવાની પણ આગાહી કરી છે. મેં મહિનાના બીજા પખવાડીયામાં લોકોએ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની શક્યતા છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી