અમદાવાદના વેપારીને ડેટિંગ એપ પર ગલગલિયા ભારે પડ્યા
ડેટિંગ એપની આડમાં થઈ ગઈ દોઢ કરોડની છેતરપિંડી.
અમદાવાદના પ્રતિષ્ઠિત વ્યવસાયિક મહિલાની પ્રોફાઇલથી આકર્ષાયા.
ડેટિંગ એપ પર પાર્ટરને બદલે ફ્રોડ ટોળકી ન મળી જાય તેનું ધ્યાન રાખજો. અમદાવાદના એક વેપારીને તેનો કડવો અનુભવ થયો છે આજકાલ ડેટિંગ એપ ખતરનાક બની રહી છે. આ એપ પર પાર્ટનર ઓછા અને ફ્રોડ વધારે થાય છે. ત્યારે અમદાવાદના એક વેપારીને ટીન્ડર ડેટિંગ એપ પર ગલગલિયા કરવા 1.66 કરોડમાં પડ્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના 45 વર્ષીય વેપારીએ પોતાના મોબાઈલમાં વિવિધ ડેટિંગ એપ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી હતી. જેમાં એક ટન્ડર એપ હતી. ટીન્ડર એપ પર વેપારીનો સંપર્ક દિલ્હીની એક મહિલા સાથે થયો હતો. મહિલા સાથે વાતચીત થયા બાદ વેપારી દિલ્હીમાં રહેતી મહિલાને મળવા ગયા હતા. જોકે, ત્યાં ડીપીમાં બતાવેલી મહિલા કરતા અલગ મહિલા હતી. આ બાબતે પૂછતા વેપારીને એ મહિલાએ કહ્યું કે, તેની ઓળખ છતી ન થાય તે માટે તેણે ખોટો ફોટો મૂક્યો હતો. આ બાદ અમદાવાદના વેપારી અને મહિલાનો સંપર્ક વધવા લાગ્યો હતો. મહિલાએ તેને દિલ્હીની હોટલમાં બોલાવી હતી. ત્યાં બોલાવતા જ કંઈક એવું થયું જેનાથી વેપારીના પગ તળેથી જમીન સરકી ગઈ. મહિલાએ વેપારીને હોટલમાં જ પોલીસ કેસમાં ફસાવવાનુ કહ્યું હતું. તેને લોકએપમાં પૂરી દેવાની ધમકી આપી હતી. પોલીસે મોબાઈલ લોકેશનની મદદથી ઔરંગાબાદથી કૌશલેન્દ્ર સિંઘ અને અરૂણ સિંઘ નામના આરોપીઓને ઝડપી લીધા હતા
આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદના આધારે કાર્યવાહી કરી અને બે આરોપીઓને દબાચી લીધા છે. આરોપીઓની ઓળખ પણ થઈ ગઈ છે. આરોપી કૌશલેન્દ્ર બિહારનો છે અને આરોપી અરૂણ ઝારખંડનો રહેવાસી છે. આરોપીઓએ વેપારી પાસેથી પડાવેલા રૂપિયાથી મોંઘી ગાડીઓ પણ લીધી હતી. આ કાંડનો માસ્ટરમાઇન્ડ કૌશલેન્દ્ર છે. કારણ કે, તે ટિંડર પર મહિલાઓની ફેક આઈડી બનાવીને લોકોને ફસાવતો હતો. જ્યારે બીજો આરોપી પીડિતો પાસેથી પડાવેલા રૂપિયાને સગેવગે કરતો હતો. આ બન્ને આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી