પહેલી મે ગુજરાત સ્થાપના દિનની સુરતમાં રાજ્યકક્ષાની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

પહેલી મે ગુજરાત સ્થાપના દિનની સુરતમાં રાજ્યકક્ષાની ઉજવણી
મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ સુરત આવી પહોંચ્યા
ગૌરવવંતી ગુજરાત વિરાસતથી વિકાસની ઉજવણી કરાઈ

પહેલી મે ગુજરાત સ્થાપના દિનની સુરતમાં રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ હતી. જેને લઈ મુખ્યમંત્રી સહિતનાઓ સુરત આવી પહોંચ્યા હતાં. તો સાંજે ડુમસમાં સી ફેઝ ખાતે નયનરમય અને આહલાદક વાતાવરણમાં મુખ્યમંત્રીની હાજરીમાં ગૌરવવંતી ગુજરાત વિરાસતથી વિકાસની ઉજવણી કરાઈ હતી.

સુરતમાં સ્થાપના દિવસની ઉમળકાભેર રીતે ઉજવણી કરાઈ હતી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ડુમસમાં સી ફેઝ ખાતે ગૌરવવંતી ગુજરાત વિરાસત થી વિકાસ અન્વયે ઉજવણી કરાઈ હતી. જેમાં કુદરતી સૌંદર્ય વાતાવરણ વચ્ચે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી યોજાઈ હતી. મુખ્યમંત્રી ની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાણાંમંત્રી કનુ દેસાઈ સહિત શહેરના નામી અનામી હસ્તીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. ડુમસ સી ફેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયુ હતુ જેમાં ગુજરાત ગરિમા એવોર્ડ મેળવનાર પ્રતિભાવાન લોકોનું સન્માન કરાયુ હતું.

સુરત જિલ્લાની વિકાસયાત્રાને દર્શાવતા બે પુસ્તકો વિકાસ વાટિકા અને કોફી ટેબલ નું વિમોચન પણ કરાયુ હતું. કાર્યક્રમમાં રાજ્યની કલા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી જેમાં 250 થી વધુ કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં. તો લાઈટ એન્ડ સાઉન્ડ નો અદ્ભુત સમન્વય ડુમસ સી ફેસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *