નવસારી જિલ્લાએ પોતાની એક અલગ રાજકીય ઓળખ ઉભી કરી

Featured Video Play Icon
Spread the love

નવસારી જિલ્લાએ પોતાની એક અલગ રાજકીય ઓળખ ઉભી કરી
કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલે કહ્યું તીસ માર ખા સમજતાં લોકોએ વિચારવા જેવું
હું 1989 માં રાજીનામું આપીને ભાજપમાં આવ્યો અને ૨૦ વર્ષ પછી ટિકિટ મળી

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ બિનહરીફ મેળવનાર નવસારી જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પોતાની એક અલગ રાજકીય ઓળખ ઉભી કરી છે. નવસારી જિલ્લા ભાજપે વિજય ઉત્સવ મનાવ્યો હતો.

નવસારી જિલ્લાની એક મહાનગરપાલિકા એક જિલ્લા પંચાયત છ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે તમામ જીતેલા ઉમેદવારોને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે પુષ્પ વર્ષા કરી અભિવાદન કર્યું હતું. કાર્યકર્તાઓને સંબોધીને તેમણે પક્ષ માટે સમર્પિત રહીને કામ કરવા માટે અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાડા ત્રણ લાખ વોટોના કારણે સમગ્ર ગુજરાતમાં માત્ર 156 સીટો મળી હતી અને બીજી હારવી પડી હતી, હું 1989 માં રાજીનામું આપીને ભાજપમાં આવ્યો હતો અને છેક ૨૦ વર્ષ પછી 2009 માં મને સાંસદની ટિકિટ મળી હતી, જો નારાજગી વ્યક્ત કરી હોત આટલા વર્ષ સુધી તો મને ટિકિટ ના મળી હોય તેને રાજકીય રીતે આગળ ન વધ્યો હોત,

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે પાર્ટી જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે, બધા કાયમી નથી કોઈને પણ ટિકિટ મળી શકે, પક્ષથી નારાજ થઈને નુકસાન પહોંચાડવાની કૌશિક કરતા લોકોને ઠેકાણે પાડવાની પણ તાકાત રાખીએ છે., ગુજરાતમાં આપણને 100% સીટો જીતવાની ટેવ પડી ગઈ છે, એક બે બેઠકો હારી જવાનું દુઃખ થાય છે.. ટિકિટ મળે તો ખુશ થાજો નારાજ થવાનો કાર્યકર્તાઓને કોઈ અધિકાર નથી ધીરજ રાખો વારો આવશે, ટિકિટ મળી એટલે અભિમાન આવી જવું જોઈએ નહિ.. કેટલાક નેતાઓ ટિકિટ મળી જાય એટલે તીસ માર ખા સમજતા હોય છે હું જીતાડુ છું.. હું જીતાડી લાવીશ એવા અભિમાનમાંથી બહાર નીકળવાની જરૂર છે, તીસ માર ખા સમજતાં લોકોએ વિચારવા જેવું છે..સામેની પાર્ટીને ઉમેદવાર મળતા નહોતા અને મળ્યા તો છોડીને પાર્ટીને ઉમેદવાર મળતા નહોતા અને મળ્યા તો છોડીને ભાગી ગયા એવી હાલત છે….ઉમેશ સોની નવસારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *