સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે ભેસ્તાનમાં આગ
ફાયરને જાણ થતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો
સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે ભેસ્તાન ખાતે લેસ ના ખાતામાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. તો બનાવને લઈ ફાયરને જાણ થતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
સુરતમાં ઘણા સમયથી આગના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના ભેસ્તાન ખાતે આગની ઘટના બની હતી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા લેસના ખાતામાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. ભેસ્તાના પટેલ કમ્પાઉન્ડમાં દેના બેંક પાસે આવેલ ડી ટુ નામના લેસના ખાતામાં આગ લાગતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવની જાણ થતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
