ભાવનગરમાં અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી
વીએચપી બજરંગ દળ દ્વારા મશાલ રેલી
વિશ્વ હિન્દૂ પરિષદના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડયા
ભાવનગર વીએચપી બજરંગ દળ દ્વારા મશાલ રેલી યોજવામાં આવી,
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય મશાલ રેલી યોજી, શહેરમાં જશોનાથ, ઘોઘા ગેટ, મોતીબાગ સહિતના વિસ્તારમાંથી આ મશાલ રેલી રાજમાર્ગો પરથી ફરી, જેમાં મોટી સંખ્યામાં VHP ના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ભાવનગરમાં અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે VHP બજરંગ દળ દ્વારા ઘોઘા ગેટ ખાતેથી ભવ્ય મશાલ રેલી યોજવામાં આવી જે રાજમાર્ગો પરથી પસાર થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દૂ પરિષદના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડયા હતા
