માંડવી સહકારી બેંકની 7મી ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી
સમાધાનની ફોર્મ્યુલા લાવી બેંકની ચૂંટણી બિનહરીફ પ્રયત્ન કર્યા
સુરત જિલ્લાની માંડવી સહકારી બેંકની 7મી ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં મહિલા બિનહરીફ, સામાન્ય વિભાગમાં 17 ઉમેદવાર અને એસટી, એસસી અનામતમાં બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે
ધી માંડવી નાગરિક સહકારી – બેંકની ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ખેંચવાના – અંતિમ દિવસે સામાન્ય બેઠક – પર 17 ઉમેદવારો યથાવત – રહેતા તથા એસટીએસસી – વિભાગમાં બે ઉમેદવારો રહેતા – મતદાન પ્રક્રિયા નિશ્ચિત બને છે. માંડવી નાગરિક સહકારી બેંકમાં ઉમેદવારી પત્રો ભર્યા બાદ નગર અગ્રણીઓ દ્વારા સમાધાનની ફોર્મ્યુલા લાવી બેંકની ચૂંટણી બિનહરીફ પ્રયત્ન કર્યા હતા. પરંતુ તેમાં નિષ્ફળતા મળતા આખરે તારીખ 25 નવેમ્બર ના રોજ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે સામાન્ય વિભાગની બરાબર બેઠકો 17 ઉમેદવારો રહેતા ચૂંટણી નિશ્ચિત બની છે. જ્યારે એસટી, એસસી વિભાગની માંડવી નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મહિલા બેઠક બિનહરીફ જેમાં ભાવનાબેન પટેલ તેમજ સુધાબેન ગામીત. એક અનામત બેઠક પર બે ઉમેદવારો રહેતા બે ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ નિશ્ચિત બન્યો છે. જ્યારે મહિલા અનામત વિભાગની બે બેઠક પર બે મહિલા ઉમેદવાર હતા આ બેઠક બિનહરીફ બની છે. ચૂંટણી અધિકારી ચૂંટણી અધિકારી તરીકે આશુતોષભાઈ ઉપાધ્યાય તથા ચૂંટણી સ્ટાફ દ્વારા ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે
