સુરતમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી
વરાછામાં યુવાન પર નજીવી બાબતે થયેલા ઝઘડામાં ચપ્પુના ઘા
પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા
સુરતમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. મોટા વરાછા વિસ્તારમાં એક યુવાન પર નજીવી બાબતે થયેલા ઝઘડામાં ચપ્પુના ઘા મારી રહેંસી નંખાયો હતો. તો પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરતના મોટાવરાછા વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઘા મારી હત્યા નીપજાવી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હત્યારા આરોપી અને મૃતક વચ્ચે નજીવી બાબતે ઝધડો થયો હતો જેને લઈ સમાધાનના બહાને મૃતકે મોટા વરાછા ખાતે હત્યારા આરોપીને બોલાવ્યા હતાં જ્યાં બન્ને વચ્ચે ફરી બોલાચાલી બાદ મારામારી થઇ હતી હતી જેમાં મૃતક સાહીલ ઘોદાને આરોપી સાળા બનેવીએ ચપ્પુના ઘા મારી ઘાત્કી હત્યા કરી દીધી હતી. બનાવની જાણ થતા જ પોલીસે સ્થળે દોડી ગયા હતા અને લાશનો કબ્જો લઈ ગણતરીના સમયમાં હત્યારાઓને ઝડપી પાડ્યા હતાં.
