સુરતમાં વધુ એક ભાજપ નેતાનો તાયફો
લીંબાયત રોડ પર ફટાકડા ફોડી તાયફો
જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશનના નામે તાયફા
જાહેરમાં ફટાકડા ફોડી એન્ટ્રી કરી, સ્ટેજ પર કેક કાપી
સુરત ભાજપના વોડ પ્રમુખ બાદ હવે કોર્પોરેટર નો જાહેરમાં બર્થડે સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થયો છે. ફિલ્મી સ્ટાઈલમાં કરાયેલા બર્થડે સેલીબ્રેશનના તાયફાને લઈ વિવાદ સર્જાયો છે.
સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખે જાહેરમાં જન્મદિનની ઉજવણી કરી સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો ત્યારે હવે કોર્પોરેટરે પણ ફિલ્મી સ્ટાઈલમાં જન્મદિન ઉજવ્યો હતો. સુરત મનપાના વોર્ડ નંબર 26ના ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપુતે જાહેરમાં જન્મદિનનો સેલિબ્રેશન કર્યો હતો. લિંબાયતમાં રોડ પર ફટાકડા ફોડી એન્ટ્રી કરી સ્ટેજ પર કેક કાપ્યો હતો. જો કે 3 તારીખનો આ વિડીયો હાલ સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં જન્મદિવસની ઉજવણીની આડમાં કરાયેલા તાયફાએ વિવાદ ઉભો કર્યો છે અને એવી લોકોમાં ચર્ચા જોવા મળી હતી કે શુ પોલીસ કમિશનરના જાહેરનામાની ભાજપના કાર્યકર અને કોર્પોરેટરોને કાંઈ પડી નથી…
