સુરત પુર્વના ધારાસભ્ય અરવિંદ રાણાના ભ્રષ્ટાચારના આક્ષેપ
અશાંતધારા વિસ્તારમાં મિલક્ત તબદિલ કરવા મામલે ભ્રષ્ટાચાર
પોલીસ, મામલતદાર અને ડેપ્યુટી કલકેટર પ્રાંત કચેરીમાં ભ્રષ્ટાચાર
સુરત પુર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંતધારા વિસ્તારમાં મિલક્ત તબદિલ કરવા મામલે પોલીસ, મામલતદાર અને ડેપ્યુટી કલકેટર પ્રાંત કચેરીમાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાની ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે.
ગુજરાત સરકારના વધુ એક ધારાસભ્ય સુરત પુર્વ વિધાનસભાના અરિવંદ રાણાએ સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. અશાંતધારા મામલે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની અરવિંદ રાણા ગાંધીનગરમાં જઈ ફરિયાદ કરી છે. અરવિંદ રાણાએ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જ્યંતિ રવિને મળી રજુઆત કરી હતી કે, પોલીસ, મામલતદાર અને ડેપ્યુટી કલેકટર પ્રાંત કચેરીમાં ભ્રષ્ટાચાર થાય છે. અશાંતધારા વિસ્તારમાં અન્ય ધર્મના લોકોએ ખરીદેલી મિલકત અંગે તપાસ અને એસઓપી બનાવવાની માંગ કરી હદતી. હિન્દુ વિસ્તારોમાંથી અન્ય ધર્મના લોકોને અપાયેલી મંજૂરીઓમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવી વર્ષ 2022 થી 2025 સુધીની તબદીલ કરાયેલી મિલકતોને રીવોક કરવાની માંગ કરી હતી. અને કહ્યુ હતુ કે આજુબાજુના લોકોની પરવાનગી વગરના હુકમો રદ કરવાની આકરી માંગ કરી હતી. તો પોલીસ નેગેટિવ રિપોર્ટ આપતી હોવા છતાં મહેસૂલ વિભાગના કેટલાક અધિકારીઓએ વગર મંજુરીએ મિલકતોને પરવાનગી આપી દીધી હોવાનો આક્ષેપ પણ કર્યા હતા. તો ધારાસભ્યની રજૂઆતની ગંભીરતાથી લઈ ડો.જયંતી રવિએ સુરતના કલેક્ટરને ગાંધીનગરમાં રૂબરૂ દરેક કેસની પુનઃ તપાસ કરવા આદેશ આપ્યા હતાં.
