ગાંધીનગરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો હત્યા કેસ.
આરોપી મોહન પારઘી અમરેલીથી પકડાયો.
આરોપી મોહન અને મહિલા કોન્સ્ટેબલ 15 વર્ષથી પરિચયમાં.
અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી અને ગાંધીનગરમાં રહેતી મહિલા પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. લગ્ન સંબંધને લઈને થયેલી તકરારમાં તેના જ પરિણીત પ્રેમી મોહન પારગીએ ગળું દબાવીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મોહન પારગીને અમરેલીથી ઝડપી પાડવામાં આવ્યો છે.
અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી અને ગાંધીનગરમાં રહેતી મહિલા પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. આ હત્યા તેના પરિચિત મોહન પારગીએ જ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. છત્રાલનો 22 વર્ષનો રફીક નામનો યુવક 16 વર્ષની એક સગીરાને ભગાડી ગયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેનું લોકેશન પહેલા મુંબઈ અને ત્યારબાદ ઉત્તર પ્રદેશનું મળ્યું હતું. યુપી પોલીસની મદદથી રફીકની સુલતાનપુરથી ધરપકડ કરવામાં આવી છે.
હત્યા બાદ મોહન પારગી ગાંધીનગરથી ફરાર થઈને તેના વતન અમરેલી ભાગી ગયો હતો. ગાંધીનગર પોલીસે અમરેલી પોલીસની મદદથી મોહનને ઝડપી પાડ્યો છે. મોહન પારગી એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. પોલીસે હાલ તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
