ડાંગની ગલકુંડ ગ્રામ પંચાયતમાં પિતાએ પુત્રને હરાવ્યો
સરપંચ પદ માટે બાપ- દીકરા વચ્ચે હતો ખરાખરીનો જંગ
મતગણતરીમાં પિતાએ 576 લીડથી પુત્રને હરાવ્યો
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આ પંચાયતનું પરિણામ આવતા પિતાએ પુત્રને હરાવ્યો છે.
ડાંગ જિલ્લાની ગલકુંડ ગ્રામ પંચાયત સૌથી વધુ ચર્ચાસ્પદ બની હતી. આ પંચાયતમાં સરપંચ પદની ચૂંટણી માટે પિતા અને પુત્ર વચ્ચે જંગ ખેલાયો હતો. બંને જણાએ જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. હવે આ પંચાયતનું પરિણામ આવતા પિતાએ પુત્રને હરાવ્યો છે. ચૂંટણીના જંગમાં પિતાની 576 મતની લીડથી જીત થઈ છે. ડાંગ જિલ્લામાં 42 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગલકુંડ પંચાયતમાં સરપંચ પદ માટે પિતા અને પુત્ર વચ્ચે જંગ ખેલાયો હતો. મતદાન બાદ આજે જાહેર થયેલા પરિણામમાં પિતા સુરેશ વાઘ 576 મતોની લીડથી જીતી ગયાં છે. જેથી તેમને ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.
ડાંગ જિલ્લાની ગુલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં દીકરો રાજેશ વાઘ અને પિતા સુરેશ વાઘ સામ સામે આવી ગયા હતાં. બંને જણાએ એક બીજાને હરવવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. સમગ્ર જિલ્લાની 42 ગ્રામ પંચાયતોમાં ગુલકુંડ ગ્રામ પંચાયત ચર્ચાનો વિષય બની હતી. રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં કોઈ બાબતે દુશ્મની કે ઝઘડા ઉભા નહી થાય તે માટે સમરસ કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરાયા હતાં. પરંતુ આ ગ્રામ પંચાયતમાં બાપ દીકરો એક બીજાને હરાવવા માટે મેદાનમાં ઉતરી ગયાં હતાં. હવે પિતાની જીત થતાં તેમને ગામના સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી