અમરેલીમાં માનવભક્ષી સિંહે મચાવેલો આતંક

Featured Video Play Icon
Spread the love

અમરેલીમાં માનવભક્ષી સિંહે મચાવેલો આતંક
અમરેલી જિલ્લામાં સિંહે 5 વર્ષના બાળકને ફાડી ખાધો
મધ્યપ્રદેશના શ્રમજીવી પરિવારના બાળકના અવશેષો મળ્યા
માનવભક્ષી સિંહના આક્રમણથી ગ્રામજનોમાં ફેલાયો ભય

સાવરકુંડલા તાલુકાના થોરડી અને રાજુલાની બોર્ડર વિસ્તારમાં એક દુખદ ઘટના બની છે. મધ્યપ્રદેશના ખેત મજૂર પરિવાર સાથે રહેતા 5 વર્ષના બાળક ગુલસિંગ હરિલાલ અજમેરાને સિંહે વાડીથી 200 મીટર દૂર ઝાડીમાં ઢસડી જઈને શિકાર બનાવ્યો હતો અને ફાડી ખાધો હતો.

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામની સીમમાં આવેલા ખેડૂત અશોકભાઈ રતીભાઈ બરવાળીયાની વાડીમાં ભાગ્યા ખેત મજૂરી તરીકે આ પરિવાર કામ કરતો હતો આ દરમિયાન સિંહ આવી જતા માસૂમ બાળક ગુલસિંગ હીરાલાલ અજમેરા 5 વર્ષ મધ્યપ્રદેશ રાજ્યના રેહવાસી હતા, સિંહ દ્વારા ઉઠાવી 200 મીટર કરતા વધુ અંતર સુધી ઢસડી પરિવાર દ્વારા બચાવવા માટે પ્રયાસ કરતા સિંહ સામે હુમલાનો પ્રયાસ કરતા પરિવાર ડરી ગયો હતો. ત્યારબાદ બાવળની કાંટાળી ઝાડીમાં લઈ જઈ શિકાર કર્યો હતો. વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકની માત્ર ખોપરી મળી આવી હતી. જેને પીએમ માટે સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વનવિભાગની અલગ અલગ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે. ત્યારે વન વિભાગે સિંહને ટ્રેન્ક્યુલાઈઝર દ્વારા તેને નિષ્ક્રિય કરીને ગણતરીના કલાકમાં પાંજરે પુરવામાં સફળતા મળી છે, મૃતકના પિતા હીરાભાઈ અજમેરાએ જણાવ્યું હતું કે, બપોરે અઢી વાગે છોકરા રોટલો ખાવા જતા હતા. એક છોકરાને સિંહ ઉપાડી લઈ ગયો. મારા ઘરના બિયારણ લગાડતા હતા. હું વાડીયે રોટલો ખાવા જતાં પાછળથી સિંહ આવ્યો, અમે પાછળ દોડ્યા તો સિંહ અમારી પાછળ દોડ્યો પછી મુક્યો નહિ. અમે શેઠને ફોન કર્યો. આપડા છોકરાને સિંહ ઉપાડી લઈ ગયો છે.

ગીર પૂર્વ ડિવિઝન એસીએફ કપિલ ભાટિયાએ જણાવ્યું હતું કે, સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં ખેડૂતની વાડીમાં બાળકને વન્યપ્રાણી સિંહને ઉપાડી દૂર ખસેડી ગયો, વનવિભાગને જાણ થતાં તાત્કાલિક હાજર થયા શેત્રુંજી ગીર પૂર્વ ડિવિઝન તમામ સ્ટાફ હાજર હતા અને ટીમો બનાવી સિંહનું રેસ્ક્યૂ તાત્કાલિક કરવામાં આવ્યું અને બનાવ દુઃખદ છે. આ બનાવ કેવી રીતે બન્યો છે, તે તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને અપીલ છે સિંહોની અવરજવર હોય તો વનવિભાગને જાણ કરવી.

બાળકના હુમલા સ્થળે જ સિંહને ટ્રેક કરવામાં આવ્યો અને ટ્રેન્ક્યુલાઈઝર દ્વારા તેને નિષ્ક્રિય કરીને પાંજરે પુરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં વનવિભાગે ગણતરીની કલાકોમાં જ સફળતા મેળવી હતી, જે માનવ મૃત્યુની ઘટનામાં એક મોટી સિદ્ધિ ગણાય છે. ટ્રેન્ક્યુલાઈઝર એ એક પ્રકારની દવા અથવા શસ્ત્ર છે, જેનો ઉપયોગ પ્રાણીઓને શાંતિપૂર્વક પકડવા માટે કરવામાં આવે છે. આ દવા પ્રાણીને અસ્થાયી રીતે બેભાન અથવા શાંત બનાવે છે, જેથી તેને પાંજરે પુરવામાં અથવા અન્ય સ્થળે ખસેડવામાં સરળતા થાય. ટ્રેન્ક્યુલાઈઝર ગન વનવિભાગ અને પ્રાણી સંરક્ષણ ટીમો દ્વારા ખાસ કરીને વન્ય પ્રાણીઓ, જેમ કે સિંહ, વાઘ, હાથી વગેરેને પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પદ્ધતિ પ્રાણીઓને નુકસાન પહોંચાડ્યા વિના તેમને નિયંત્રિત કરવા માટે ખૂબ જ અસરકારક છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *