સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર આગ

Featured Video Play Icon
Spread the love

સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર આગ
આર.ડી.એફના ઢગલા પાસે લાગેલી આગ
ફાયર વિભાગની 6 ગાડીઓ અને 8 પોકલેન મશીનો પહોંચ્યા

સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર આજે બપોરે આગ લાગવાની ઘટના સામે આવી છે. આર.ડી.એફ.ના ઢગલા પાસે લાગેલી આ આગને લઇ તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરતના ખજોદ ખાતે આવેલ ડિસ્પોઝલ પ્લાન્ટમાં બપોરે અંદાજે 1:15 વાગ્યે આગ લાગી હતી. ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર કામ કરતા વર્કરો દ્વારા આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી. આર.ડી.એફ. ના ઢગલા પાસે લાગેલી આગ અંગે તરત જ ફાયર વિભાગને માહિતી અપાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 6 ગાડીઓ અને 8 પોકલેન મશીનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો ફાયર વિભાગ દ્વારા આગ પર સતત પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *