માંડવી પોલીસ તંત્રએ સબમર્શીબલ કેબલના વાયરો ચોરી ઝડપી

Featured Video Play Icon
Spread the love

માંડવી પોલીસ તંત્રએ સબમર્શીબલ કેબલના વાયરો ચોરી ઝડપી
ચોરીના આરોપીઓ દિવ્યેશ વસાવા તથા મહેશ રાઠોડ
આરોપીઓને મુદ્દા માલ 58, 400 સાથે ઝડપી પાડ્યા.

માંડવી પોલીસ તંત્રએ સબમર્શીબલ કેબલના વાયરો ચોરીના આરોપીઓ દિવ્યેશ વસાવા તથા મહેશ રાઠોડ બે આરોપીઓને મુદ્દા માલ 58, 400 સાથે ઝડપી પાડ્યા.

પોલીસ તંત્રના મહા નિર્દેશક પ્રેમ વીર સિંહ તથા રાજેશ ગઢીયા એસ.પી સુરત તથા અક્ષેશ એન્જિનિયર વિભાગીય પોલીસ મદદનીશ અધિક્ષક સુરત દ્વારા વિવિધ ગુનાઓ શોધી કાઢવા જરૂરી દિશા સૂચન કરેલ હતું જેને આધારે માંડવીના તંત્રનાપી.આઈ ચૌહાણ ના માર્ગદર્શન સૂચના મુજબ દિશા સૂચન ટેકનીકલ દિશામાં સધન વર્કઆઉટ કરી પ્લાનિંગ બનાવીએ પેટ્રોલિંગ હાથ ધરેલ. કે વી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માંડવી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વાલજીભાઈને ખાનગી બાતમી મળી હતી જેના આધારે મોજે પીપરીયા ગામની સીમમાંથી પસાર થતી વરેહ નદી કિનારે મુકેલ લિફ્ટ ઈરીગેશન યોજનાના સોલાર પ્લાન્ટ માંથી સબમર્સીબલ મોટરના ઇલેક્ટ્રિક કેબલ વાયરને તથા સોલર પ્લેટ સાથે લગાવેલ ઈલેક્ટ્રીક વાયરોની ચોરી કરી લઈ જતા બે ઇસમો પીપરીયા ગામથી બારડોલી તરફ વેચવા જનાર છે તેવી બાતમીના આધારે પીપરીયા ગામમાંથી સીમમાંથી યુનિકોન મોટરસાયકલ પર તથા સોલાર પ્લાન્ટની પ્લેટ સાથે બે આરોપીઓને ઝડપી રૂપિયા 58,400 નો મુદ્દા માલ જપ્ત કરી પૂછપરછ કરતા આ જ આરોપીઓએ તારીખ 15 3 2026 ના રોજ પીપરીયા ગામની વરેહ નદી કિનારેથી કેબલ વાયરો ચોરીની હકીકત કબુલાત કરેલ જેના આધારે આરોપી દિવ્યેશ રાઠોડ ઉંમર વર્ષ 19 રહેવાસી સિંગોદ તથા ઉમેશ હળપતિ ઉંમર વર્ષ 26 રહેવાસી સિગોદ તાલુકો બારડોલી ને મુદા માલ સાથે ઝડપી પાડી માંડવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *