રાજકોટમાં ચાલુ વરસાદે થતા કામો બંધ કરવા મેયરનો આદેશ

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં ચાલુ વરસાદે થતા કામો બંધ કરવા મેયરનો આદેશ
ડામર રોડનાં નબળા કામનો અહેવાલ પ્રકાશિત થતા તંત્ર જાગ્યું;
સ્થાનિકોએ રસ્તાની ગુણવત્તાને લઈ સવાલ ઉઠાવ્યો હતો

 

રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં નબળા ડામર રોડના કામ અંગે ગઈકાલે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેના ઘેરા પડઘા પડ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં નબળા ડામર રોડના કામ અંગે ગઈકાલે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેના ઘેરા પડઘા પડ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અહેવાલની ગંભીર નોંધ લેતા રાજકોટના મેયર નયના પેઢડીયાએ આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચાલુ વરસાદે થઈ રહેલા ડામરના કામો તાત્કાલિક બંધ કરવાના આદેશો આપ્યા છે. આ નિર્ણય રાજકોટના રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને સારા રોડ-રસ્તા બનાવવા માટે ઉપયોગી સાબિત થશે. મેયરે જણાવ્યું કે, જ્યાં ખાડા પડ્યા હોય ત્યાં અકસ્માત થવાની સંભાવના રહે છે અને નાગરિકોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે. તેમણે નબળા કામ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. લોકોએ અમને યોગ્ય કામ માટે બેસાડ્યા છે, જ્યાં જ્યાં રસ્તાઓનું કામ યોગ્ય નથી ત્યાં યોગ્ય કામગીરી કરાવવામાં આવશે.

રાજકોટના રસ્તાઓ પર ઠેર-ઠેર જોવા મળતા ખાડા અને ડામરના નબળા કામને લઈને નાગરિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો હતો. આ મુદ્દે મેયર નયના પેઢડીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વરસાદની સિઝનમાં ડામર કામ કરવું યોગ્ય નથી, તેને તાત્કાલિક અટકાવી દેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે ખાસ કરીને લક્ષ્મીનગર વિસ્તારમાં થયેલા કામ અંગે મળેલી ફરિયાદોને ગંભીરતાથી લીધી છે અને તે કામને યોગ્ય રીતે સુધારવા માટે તાકીદ કરી છે. મેયરે ભારપૂર્વક જણાવ્યું કે, પાણી અને ડામરને ભળતું નથી, જે સૂચવે છે કે વરસાદી વાતાવરણમાં ડામર રોડ બનાવવાથી તેની ગુણવત્તા પર નકારાત્મક અસર પડે છે અને તે લાંબા સમય સુધી ટકતો નથી.
કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *