અમરેલી : લીલીયા ખાતે હોન્ડા સીટી કારમાં અચાનક લાગી આગ
સીએનજી કારમાં વિકરાળ આગ ભભુકી ઉઠી
ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ઢાંગલા ગામમાં દિવાળીની ખરીદી કરીને પરત ફરી રહેલા એક વ્યક્તિની કારમાં અચાનક આગ લાગી હતી. ધર્મેશભાઈ ભીખાભાઈ માંગુકીયા લીલીયા બજારમાંથી ખરીદી કરીને પોતાની CNG કારમાં બેઠા ત્યારે આ ઘટના બની હતી.
કારમાં બેસતાની સાથે જ નીચેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ કારચાલકને જાણ કરતા તેઓ તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખી કારને લપેટમાં લઈ લીધી હતી ઘટનાની જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલા જ કારનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. સીએનજી કાર હોવાને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી હતી
