ધનતેરસ પર સોનું-ચાંદી ન ખરીદી શકો તો આ સસ્તી વસ્તુ લઈ લો, મા લક્ષ્મી તમારા ઘરમાં જીવનભર રહેશે

Featured Video Play Icon
Spread the love

Dhanteras 2025: ધનતેરસ પર સોનું-ચાંદી ન ખરીદી શકો તો આ સસ્તી વસ્તુ લઈ લો, મા લક્ષ્મી તમારા ઘરમાં જીવનભર રહેશે

હિન્દુ ધર્મમાં ધનતેરસનું મહત્ત્વ વિશેષ રીતે રહેલું છે. આ વખતે 18 ઓક્ટોબરનાં રોજ એટલે આજે ધનતેરસનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ, કુબેર દેવતા અને માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન હોય છે. ધનતેરસ પર સોનું-ચાંદી ન ખરીદી શકો તો સસ્તી વસ્તુ પણ ખરીદો શકો છો અને એ વસ્તુઓ પણ શુભ માનવામાં આવે છે. આમ, વાત કરવામાં આવે તો સોનું અને ચાંદી લેવાનું બજેટ દરેક લોકોનું હોતું નથી. તો ચાલો જાણીયે ધનતેરસ પર કઈ સસ્તી વસ્તુ ખરીદવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.અને માતા લક્ષમીની કૃપા બની રહે છે.

પીત્તળનાં વાસણ
ધનતેરસ પર તમે પીત્તળનાં વાસણ પણ ખરીદી શકો છો. આ વાસણને શુભ માનવામાં આવે છે. તમે ગિફ્ટ પણ કરી શકો છો. આમ, તમે પીત્તળનાં વાસણ ધનતેરસ પર ખરીદો છો આના થી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે.

કપૂર
કપૂરનો ઉપયોગ પૂજા-પાઠમાં કરવામાં આવે છે. ધનતેરસ પર કપૂર તમે ખરીદો છો તો માતા લક્ષ્મી, કુબેર દેવતા અને ભગવાન ધન્વંતરિની પૂજા માટે ઉપયોગ કરી શકો છો. જો તમારી આર્થિક સ્થિતિ નબળી છે તો તમે ધનતેરસનાં દિવસે કપૂરની ખરીદી કરો.

પાન
આના શિવાય પૂજા પાઠ માટે ધનતેરસનાં દિવસે પાન પણ ખરીદી શકો છો. ધનતેરસથી લઈને દિવાળી સુધી પૂજામાં તમે પાનનો ઉપયોગ કરી શકો છો. આ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. આ સાથે તમને નાના-મોટા એમ અનેક કામમાં સફળતા મળવાના ચાન્સિસ વધી શકે છે.

સિંદૂર
ધનતેરસનાં દિવસે તમે સિંદૂર ખરીદો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે ઘરમાં રહેલાં દરેક સભ્યોની હેલ્થ પણ સારી રહે છે. માનવામાં આવે છે કે સિંદૂર તમે ધનતેરસનાં ખરીદો છો તો જીવનમાં આવતી મુશ્કેલીઓનો અંત આવી શકે છે.

સાવરણી
ધનતેરસનાં દિવસે તમે સોનું ચાંદી ખરીદી શકતા નથી તો તમે સાવરણી પણ ખરીદી શકો છો. સાવરણીને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ધનતેરસનાં દિવસે તમે સાવરણીની ખરીદી કરો છો તો આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. આ સાથે તમારી અધૂરી ઇચ્છાઓ પણ પૂરી થાય છે.આ દિવસે સાવરણી ખરીદવા થી જીવનમાં ધન ધાન્યની કમી દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *