પી સી બરંડાએ મંત્રી બન્યા બાદ શામળાજીના દર્શન કર્યા
ભિલોડાના ધારાસભ્યએ શપથ લીધા પછી પ્રથમ વખત
શામળિયાના આશીર્વાદ લીધા, નેતૃત્વનો આભાર માન્યો
ગુજરાત સરકારના મંત્રીમંડળમાં શપથ લીધા બાદ ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાએ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા. તેમને અન્ન અને નાગરિક પુરવઠા તેમજ આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભિલોડા બેઠક પરથી વિજેતા બનેલા પૂર્વ IPS અધિકારી પી.સી. બરંડાએ મંત્રી તરીકે શપથ લીધા બાદ આજે પ્રથમ વખત શામળાજી મંદિરની મુલાકાત લીધી હતી. અહીં ભિલોડા તાલુકા ભાજપની ટીમ અને યાત્રાધામ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી પી.સી. બરંડાએ પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ તેમજ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તંત્રએ તેમનામાં જે વિશ્વાસ મૂક્યો છે, તે મુજબ તેઓ પોતાના વિભાગનું કાર્ય સફળતાપૂર્વક કરશે. સાથે જ, પોતાના વિસ્તારના અને આદિવાસી સમાજને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેશે.
