બારડોલીમાં શોક સભાનુ આયોજન કરવામા આવ્યુ
વિજય રૂપાણી અને અન્ય દિવંગત આત્મા ઓની શાંતી માટે સભાનુ આયોજન કરાયું
શોક સભામાં અનેક મહાનુભાવો હાજર રહ્યા
સુરત જીલ્લા ભાજપ દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટના મા મૃત્યુ પામેલા ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થતા અન્ય દિવંગત આત્મા ઓની શાંતી માટે શોક સભા નુ આયોજન કરવામા આવ્યુ.
અમદાવાદ ખાતે એર ઈન્ડિયા ની ફ્લાઇટ ક્રેશ થતા 141 પેસેન્જર અને અન્ય નાગરિકો મોત ને ભેટ્યા હતા જેમાં ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નુ પણ નિધન થયુ હતુ. જે દુઃખદ ઘટના ને પગલે આજે બારડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે શોક સભા નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં જીલ્લા ભાજપ ના હોદ્દેદાર તથા વિવિધ તાલુકા સંગઠનો અને નગરપાલિકાઓ ના હોદ્દેદારો સહીત ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ ઉપસ્થિત રહ્યા હતા અને દુઃખદ ઘટના મા મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય નાગરિકો ને શ્રદ્ધા સુમન અર્પણ કરી મોન પાડી શ્રધાંજલિ આપી હતી. આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા જીલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ સહીત ના આગેવાનો ઉપસ્થિત રહયા હતા…