અરવલ્લી જિલ્લામાં ચૂંટણીને લઈ પોલીસ સજ્જ
અરવલ્લીના એએસપીએ ટીંટોઇ ગામના ચૂંટણી બુથનુ નિરીક્ષણ કર્યું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ એએસપીએ ટીંટોઇ ગામના ચૂંટણી બુથનુ નિરીક્ષણ કર્યું.
અરવલ્લી જિલ્લામાં આગામી 22 જુનના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે,શાંતિપૂર્ણ માહોલમાં ચટણી યોજાય તે માટે તંત્ર અને પોલીસ સજ્જ છે ત્યારે આજરોજ બુધવાર બપોરે 12 કલાકે અરવલ્લી જિલ્લા આસિસ્ટન પોલીસવડા સંજય કુમાર કેશવાલા એ ટીંટોઈ ખાતેના ચૂંટણી બુથનું નીરીક્ષણ કરી સરપંચના ઉમેદવારો સાથે પોલીસ સ્ટેશન ખાતે બેઠક યોજી હતી.