દિવાળીને લઈ ભેસ્તાન પોલીસે ફુટ પેટ્રોલિંગ કર્યું
ગુનેગારો સામે લાલ આંખ કરતા ફુટ પેટ્રોલિંગ
ડીસીપી ઝોન 6 ની હાજરીમાં ફુટ પેટ્રોલિંગ યોજાઈ
સુરતની ભેસ્તાન પોલીસે દિવાળીના તહેવારને લઈ ગુનેગારો સામે લાલ આંખ કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી હતી અને પોતાના વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગહાથ ધર્યુ હતું. જેમાં ડીસીપી ઝોન છ પણ હાજર રહ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા લો એન્ડ ઓર્ડરની જાળવણી કરવા તથા અસામાજીક પ્રવૃત્તિઓ તેમજ ગુનાખોરી ડાવા આપેલા આદેશને લઈ ડીસીપી ઝોન છ રાજેશ પરમારની આગેવાનીમાં ભેસ્તાન પોલીસની ટીમ પી.આઈ. કે.પી. ગામેતીના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસે સાત ટીમો બનાવી પોલીસે ભીંડી બજાર અને ગોલ્ડન આવાસમાં સઘન કોમ્બીંગ હાથ દર્યુ હતુ જેમાં હીસ્ટ્રીશીટરોની તપાસ, સાથે ઘણા સમયથી શરીર સંબંધી ગુનાઓમાં છુટેલા આરોપીઓ, નાસતા ફરતા આરોપીઓ, વાહન ચેકીંગ, શંકાસ્પદ, લીસ્ટેડ બુટલેગરો સહિતની તપાસ કરી હતી જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
