સુરત ઉધના પોલીસે બાળકના અપહરણકર્તાને ઝડપ્યા
માસુમને સહિ સલામત મુક્ત કરાવ્યો
સુરતમાં અપહરણની ઘટનાનો ઝડપી ભેદ ઉકેલાયો,
સુરતમાં અપહરણના વધી રહેલા બનાવો વચ્ચે ઉધના વિસ્તારમાંથી ત્રણ વર્ષના બાળકનુ અપહરણ કરી જનારને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી અપહ્યત બાળકને સહિસલામત મુક્ત કરાવ્યો હતો.
સુરતમાં ગુનાખોરી ડામવા એક તરફ પોલીસ મેદાને છે ત્યારે સુરતના ઉધના પોલીસ મથકની હદમાંથી બુધવારે બપોરના સમયે એક ત્રણ વર્ષના માસુમ બાળકનુ અપહરણ થયુ હતુ જે અંગે બાળકના પરિવાર દ્વારા ઉધના પોલીસને જાણ કરાતા ઉધના પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. અને સ્થાનિક વિસ્તાર સહિત 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે ઉધના પોલીસે હ્યુમન સોર્સીસની મદદથી અપહરણકાર ઉધના હરિનગર વિભાગ બેમાં રહેતા દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખને ઝડપી પાડ્યો હતો અને માસુમ બાળકને સહિસલામત મુક્ત કરી પરિવારને સોંપતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
