સુરતમાં સસ્તામાં સોનું છોડાવી આપવામાં 87 લાખની છેતરપિંડી કરનારા
બે દબોચાયા, 52 લાખથી વધુની રકમ જપ્ત
સસ્તામાં સોનુ અપાવવાની લાલચે નકલી આંગઢીયા પેઢીમાં 87 લાખ રૂપિયા જમા કરાવી ઠગાઈ આચરવા મામલે વરાછા પોલીસે ધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો અત્યાર સુધી 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.
સુરતમાં લોભીયાઓ વારંવાર ધુતારાઓનો ભોગ બને છે જેને લઈ લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે તે કહાવત સાર્થક થાય છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં થયેલી લાખોની છેતરપિંડી મામલે વધુ બે આરોપીઓ ઝડપાયા છે. સસ્તા સોનાની લાલચ આપી કસ્ટમમાંથી સોનુ છોડાવી સસ્તામાં આપવાની લાલચ આપી વેપારીને લાલચમાં લઈ ઠગોએ ડુપ્લીકેટ આંગડિયા પેઢીમાં વેપારીના રૂપિયા જમા કરાવ્યા હતા. જો કે ત્યારબાદ ઠગો રૂપિયા લઈ ભાગી ગયા હતાં. જે મામલે છેતરપિંડીનો ભોગ બનનાર વેપારીએ વરાછા પોલીસ મથકે ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે વરાછા પોલીસે અગાઉ 10 આરોપીને પકડી પાડ્યા હતા જ્યારે વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો વરાછા પોલીસે બંને પાસેથી 52 લાખથી વધુની રકમ કબ્જે કરી છે.