સુરતમાં બે યુવકને તાલિબાની સજા, વિડિઓ
અનમોલ માર્કેટના નામે વિડીયો વાયરલ
બે વ્યક્તિને નગ્ન કરી માર મારવાનો વીડિયો વાઇરલ,
ડીસીપીએ કહ્યું, અમે તપાસ કરી રહ્યા છીએ
સુરતમાં કાયદો હાથમાં લેનારાઓનો વધુ એક આતંક સામે આવ્યો છે. રીંગરોડની અનમોલ માર્કેટના નામે વાયરલ થયેલા વિડીયો વાયરલ થયો છે જેમાં દુકાન માલિકે ચોરીના આરોપમાં બે કર્મચારીઓને કપડા કાઢી નગ્ન કરી ફટકાર્યા હતા જે વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપ્યા હતાં.
સુરતમાં મોટી સંખ્યામાં ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે. ત્યારે આ માર્કેટોમાં અસંખ્ય લોકો કામ કરે છે. જેમાં ટેક્સટાઈલ માર્કેટની એક દુકાનમાં બે યુવકોને તાલિબાની સજા અપાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 10 જૂનના રિંગ રોડ ટેક્સટાઈલ માર્કેટનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક દુકાનમાં બે શખસો દ્વારા ચોરી કરવા આવ્યા હતા અને તેમને ઝડપી પાડી દુકાન માલિક દ્વારા બંને શખસોને નગ્ન કરી માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બંને યુવકોને એક બાદ એક બધાની વચ્ચે લઈ જઈ લાકડાના દંડા વડે ફટકા મારવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ તેમને કાન પકડીને ઉઠક બેઠક પણ કરાવવામાં આવતી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે. તો બીજી તરફ કેટલાક લોકો દ્વારા આ તાલિબાની સજાનો વીડિયો બાનવવામાં આવી રહ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ વિડીયો વાયરલ થયા બાદ ત્વરિત પોલીસે તપાસ હાથ ધરી હતી અને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. તો ચોરીની શંકાએ બે યુવાનોને છ જણાએ સાથે મળી માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.