સુરત જિલ્લામાં વધુ એક શર્મસાર ઘટના સામે આવી
ચાર વર્ષથી વિદ્યાર્થીને સ્કૂલેથી ઘરે પરત લઈ જતા સ્કૂલવાન ચાલકની કરતૂત
સ્કૂલવાન ચાલક નરપત પુરોહિતે કર્યા શરીરીક અડપલા
સુરત જિલ્લામાં વધુ એક શર્મસાર ઘટના સામે આવી ચાર વર્ષથી વિદ્યાર્થીને સ્કૂલેથી ઘરે પરત લઈ જતા સ્કૂલવાન ચાલકે શરીરીક અડપલા કરતા પલસાણા પોલીસે સ્કૂલવાન ચાલક નરાધમ નરપત પુરોહિતની ધરપકડ કરી ….
જે વિદ્યાર્થીઓને પોતાના ઘરેથી સ્કૂલે સહીસલામત મોકલવા જે વાહનોની વ્યવસ્થા કરવામાં આવે છે તે સ્કૂલ વાન ચાલકે માસૂમ વિદ્યાર્થીની સાથે શરીરીક અડપલા કરતો કિસ્સો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામમાં બનવા પામ્યો છે, ટીવી સ્ક્રિન પર દેખાતો નરધામ સ્કૂલ વાન ચાલક નરપત પુરોહિતે તેની સ્કૂલવાનમાં રોજ આવતી 4 વર્ષીય વિદ્યાર્થીનીને પોતાના હવાસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો છે, રાબતા મુજબ બારડોલીની સ્કૂલમાં અભ્યાસ કરટી 4 વર્ષીય વિદ્યાર્થીનીને શાળા છૂટયા બાદ સ્કૂલવાન ચાલક નરપત પુરોહિત અન્ય બાળકોને લઇ શાળાએથી નિકલઓ હતો, બધા વિદ્યાર્થીઓને ઉતારયા બાદ પલસાણા તાલુકાના એક ગામે રહેતી 4 વર્ષીય વિદ્યાર્થીનીને તેના ગામ પોતાના ઘરે ઉતરતા પહેલા રસ્તામાં આગળની સીટ પર બેસેલી વિદ્યાર્થીની સાથે શારિરીક અડપલા કરયા જેની જાણ વિદ્યાર્થીનીએ પોતાના પરિવારજનને કરતા મામલો પલસાણા પોલીસ મથકે પોહચયો અને પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ સ્કૂલવાન ચાલક નરપત પુરહિતની ધરપકડ કરી હતી..
પલસાણા પોલીસે વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર નરાધમ સ્કૂલવાન ચાલકને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળયા પાછળ ધકેલી દીધો છે પરંતુ અવર નવર સમાજમાં આવા કિસ્સો બનતા લોકોએ ખાસ જાગૃત થવાની જરૂર છે તો બીજી તરફ આવા નરાધમોને આકરી સજા મળે તો સમાજમાં આવું કૃત્ય કરનારા પર રોક લાગી શકે
