યાત્રાધામ વીરપુરમાં 226મી જલારામ જયંતીની ભવ્ય ઉજવણી.

Featured Video Play Icon
Spread the love

યાત્રાધામ વીરપુરમાં 226મી જલારામ જયંતીની ભવ્ય ઉજવણી.
વીરપુરમા દિવાળી બાદ ફરી દિવાળી જેવો માહોલ.
મુખ્ય બજારો, મકાનો, ગેસ્ટ હાઉસ રંગ બેરંગી લાઈટોથી જળહળી ઉઠી

રાજકોટમાં આવેલુ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર સહિત ગુજરાતભરમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વીરપુર ખાતે દેશ-વિદેશથી જલારામ બાપાના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા હતા, ત્યારે મંદિરે શ્રદ્ધાળુઓની લાંબી કતાર જોવા મળી હતી

જલારામ બાપાની 226મી જન્મજયંતિને નિમિત્તે ગુજરાત સહિતના અનેક શ્રદ્ધાળુઓ બાપાના ચરણોમાં શીશ ઝૂકાવીને ધન્યતા અનુભવી. વહેલી સવારે પૂજા-આરતી ઉતારીને ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. વીરપુર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. મંદિર જલારામ બાપાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભાવિકોએ ખીચડીના પ્રસાદનો લાભ લીધો હતો. શ્રદ્ધાળુઓેએ કહ્યું કે, ‘બાપાના જન્મદિવસ પર ખાસ દર્શાનાર્થે આવ્યા છીએ. અહીં દર્શન શાંતિથી કરવા મળે છે અને જલારામ બાપાના દર્શન થયા એનો અનેરો આનંદ છે.

વીરપુરમાં આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે ભાવિકોને વિતરણ કરવા માટે 226 કિલો બુંદીના પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં જલીયાણધામ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા વીરપુરના મીનળવાવ ચોકથી પ્રસ્થાન કરીને શહેરના રાજમાર્ગો પર ફરશે. શોભાયાત્રા દરમિયાન ભાવિકોને 226 કિલો બુંદીનો પ્રસાદ વિતરણ કરાશે. પૂજ્ય જલારામ બાપાએ આશરે 200 વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *