અમરેલી ધારી તાલુકાના ગામડાઓમાં માવઠા રૂપી કહેર
જગતનો તાત ખેડુતને મોટું નુક્સાન
મગફળી, કપાસના પાકને મોટું નુક્સાન
સાથેજ સરકાર પાસે યોગ્ય માંગ કરી કે ધારી તાલુકાના ગામડાઓમાં કમૌસમી વરસાદ ના કારણે ભારે નુક્સાન વેઠનાર ખેડુતો ને તાત્કાલિક સહાય ચુકવવામાં આવે…..
અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલા અતિ ભારે કમોસમી વરસાદથી ખેતીના પાકને મોટુ નુકસાન થયું હોય ચારે તરફથી સહાયનો પોકાર ઉઠ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ભાજપના નેતાઓએ ખેડૂતોની મદદ માટે સરકારમાં બુલંદ અવાજે દાદ માંગી છે. પરંતુ કોંગ્રેસના એક પણ નેતા હજુ આ માટે આગળ આવી રહ્યા નથી. અમરેલી જિલ્લામાં કોંગ્રેસ મૃત:પાય અવસ્થામાં છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલા અતિ ભારે કમોસમી વરસાદથી ખેતીના પાકને મોટુ નુકસાન થયું છે ત્યારે ધારી અને કોટડાપીઠા પંથકમાં માવઠાના પગલે મગફળી, કપાસ સહિતના પાકને વ્યાપક નુકસાન થયું હતું. કોટડાપીઠા, કણુંકી સહિતના આસપાસના ગામડામાં ગત રાતે પડેલા માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખેડૂતોના મોંઢે આવેલ કોળીયો છીનવાઈ ગયો હતો. મગફળીના પાથરા ખેતરમાં પડ્યા હતા અને માથે વરસાદ પડ્યો છે. જેના કારણે જણસની સાથે સાથે પશુના ચારાને પણ નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાય આપવા માટે માંગણી ઉઠી છે.
રાજુલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજુલા, જાફરાબાદ પંથકમાં 25 થી 26 ઓક્ટોબર દરમિયાન કમોસમી વરસાદ પડ્યો હતો. કલ્પના ન કરી શકાય તેનાથી પણ વધારે વરસાદ પડતા ચોમાસુ પાકને નુકસાન થયું છે. ખેડૂતોના હાથમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો છે. મગફળી, કપાસ, તલ, સોયાબીન, તુવેર વિગેરે પાક પ્રચંડ પાણીના પ્રવાહના કારણે નષ્ટ પામ્યા છે. ત્યારે ખેડૂતોને નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરી વળતર આપવા તેમણે માંગણી કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
