સુરત અઠવાગેટની મેટાસ હોસ્પિટલ વિવાદમાં
ડૉ. અમિત શાહ પર બેદરકારીના આક્ષેપ,
પરિવારે હત્યાનો ગુન્હો નોંધવાની માંગ
સુરતના અઠવાગેટ ખાતે આવેલ મેટાસ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. આ વખતે ડો. અમિત શાહના રેફરન્સની દાખલ થયેલ મહિલાનુ મોત નિપજતા પરિવારે ડોક્ટર અમિત શાહ પર ગંભીર આક્ષેપો કરી હત્યાનો ગુનો તેઓ સામે નોંધવા માંગ કરી હતી.
સુરતના અઠવાગેટ ખાતે આવેલ મેટાસ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનુ મોત થયુ હોવાનો આરોપ લગાવાયો છે. અને આક્ષેપ કરતા મૃતકના પરિવારે જણાવ્યુ હતું કે ડો અમિત શાહ ના રેફરન્સ થી દર્દી દાખલ થયા બાદ ડોક્ટર વિદેશ ફરવા નીકળી ગયા છે. ડો અમિત શાહ વિદેશ જવાના હતા તો દર્દીને હોસ્પિટલ માં દાખલ કેમ કર્યા તેવા સવાલો કર્યા હતાં. તો વધુમાં તેઓએ જણાવ્યુ હુતં કે પાંડેસરા નિવાસી 45 વર્ષીય રેખા બેન ગુપ્તા 18 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેઓને ઝાડા થયા હતા. અને છેલ્લા લાંબા સમયથી હૃદય ની બીમારી ચાલતી હતી. છેલ્લા 10 દિવસ થી આઈસીયુમાં દાખલ કર્યા હતાં. દર્દી ઓકે છે કહી ડોક્ટર અમિત શાહ વિદેશ ચાલ્યા ગયા હતાં. તો શ્વાસ બંધ થતા મોત નિપજ્યું હોવાનું સ્ટાફ એ જણાવ્યું હતું. હાલ તો મૃતકના પરિવારજનો ડોક્ટર અમિત શાહ વિરૂદ્ધ હત્યાનો ગુન્હો નોંધાવવાની માંગ કરી રહ્યા છે.
