રાજકોટમાં ખુલ્લેઆમ ગેંગવોર
મંગળા રોડ પરની પ્રગતિ હોસ્પિટલ પર ફાયરિંગ
મોડી રાત્રે હોસ્પિટલ પર આડેધડ 8થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરાયું
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે, મંગળા રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ સામે મોડી રાત્રે ખુલ્લેઆમ બે ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગમાં અંદાજે 8થી વધુ રાઉન્ડ છોડવામાં આવ્યા હતા, જેમાં હોસ્પિટલની બહાર પાર્ક કરેલી પાણી ટાંકાની ગાડીના કાચ પણ તૂટ્યા હતા.
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે, મંગળા રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ સામે મોડી રાત્રે ખુલ્લેઆમ બે ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગની ઘટના બની હતી. જે ઘટનાને પગલે પોલીસ કમિશનર કચેરી ખાતે ACP બી.જે. ચૌધરીએ જણાવ્યું કે ઘટના રાત્રે આશરે 3:30 વાગ્યાની આસપાસ બની. જોકે, સત્તાવાર ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી, પરંતુ બાતમી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે પુષ્ટિ કરી કે હોસ્પિટલની સામેના રોડ પર ફાયરિંગ થયાની પ્રાથમિક હકીકત મળી છે. પોલીસ હાલ CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી રહી છે.
સૂત્રો અને ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ ફાયરિંગ ‘પેંડા ગેંગ’ અને ‘જંગલેશ્વર ગેંગ’ વચ્ચેની જૂની અદાવતને કારણે થયું હતું. પેંડા ગેંગના સભ્યો પરિયા ગઢવી અને ભયલા ગઢવી અગાઉ પણ જંગલેશ્વર ગેંગ પર જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ફાયરિંગ કરી ચૂક્યા છે. ઘટના સમયે હોસ્પિટલના પટાંગણમાં હાજર રહેલા જંગલેશ્વર ગેંગના પરિવારજનો પર લક્ષ્ય સાધી ફાયરિંગ કરાયું હતું. પ્રત્યક્ષદર્શી રૂબીના જુણેજાએ જણાવ્યું કે, “પેંડા ગેંગના સદસ્યો બાઈક અને કારમાં આવ્યા અને અચાનક હુમલો શરૂ કર્યો.” જોકે, પ્રગતિ હોસ્પિટલના ડૉ. અમિત હાપાણીએ સ્પષ્ટતા કરી કે ફાયરિંગ તેમની હોસ્પિટલની બહાર રસ્તા પર થયું હતું. તેમના દર્દીના સગા અને સામેવાળા વ્યક્તિ વચ્ચે અદાવત હતી. તેમણે જણાવ્યું કે તેમનો કે તેમના સ્ટાફનો આ બનાવ સાથે કોઈ લેવાદેવા નથી. પોલીસે ઘટના સ્થળેથી ખાલી કાર્ટીસ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
