સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
ડિંડોલીમાં અસામાજિક તત્વોએ ચાની પટરી પર આતંક મચાવ્યો
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોએ ચાની પટરી પર આતંક મચાવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સુરતમાં જાણે અસામાજિક તત્વોએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર રીતસરની તરાપ મારી હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે ડિંડોલી વિસ્તારના વિડીયો સામે આવ્યા છે. ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોએ ચાની ટપરી પર જઈ ત્યાં આતંક મચાવ્યો હતો. ચાની ટપરી પર તોડફોડ કર્યા બાદ અસામાજિક તત્વોએ ભયનો વાતાવરણ ઉભુ કર્યુ હતું. તો બનાવને લઈ હાલ તો સીસીટીવી વાયરલ થતા પોલીસે આ મામલે તપાસની સાથે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.