સુરતના યોગીચોક વિસ્તારમાં આગ લાગી
સાવલિયા સર્ખલ પાસે હરેકૃષ્ણ સ્કુલના ગેટ પાસે આગ લાગી
આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
ફાયર વિભાગે આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો
સુરતમાં ઉનાળામાં આગની ઘટનાઓ બનતી હોય છે ત્યારે યોગીચોક વિસ્તારમાં સાવલિયા સર્કલ પાસે આવેલ સ્કુલના મેઈન ગેટ પાસે જ મીટર પેટીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે ત્યારે શનિવારે સ્કુલ પાસે આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલ સાવલિયા સર્ખલ પાસે હરેકૃષ્ણ સ્કુલના ગેટ પાસે આગ લાગી હતી. સ્કુલના મુખ્ય ગેટ પાસે આવેલ મીટર પેટીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તો બનાવને લઈ ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. તો શોર્ટ સર્કીટના કારણે મીટર પેટીમાં આગ લાગી હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. જો કે આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.