સુરતમાં કતારગામની અંકુર વિદ્યાભવન ખાતે ગાય અભિયાન
પેહલી રોટલી ગાય માટેના અભિયાનની શરૂઆત કરવામાં આવી
પ્રીતિ ફાઉન્ડેશન દ્વારા રોટલી ગૌશાળા સુધી પહોંચાડવામાં આવશે.
સુરતમાં કતારગામની અંકુર વિદ્યાભવન ખાતે શાળાના પ્રિ-પ્રાયમરીથી ધોરણ 12 સુધીના બાળકો દ્વારા પેહલી રોટલી ગાય માટેના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે
પેહલી રોટલી ગાય માટેના અભિયાન અંતર્ગત દર ગુરુવારે ધરેથી બનાવેલી પહેલી રોટલી ગાય માતા માટે લાવશે અને પ્રીતિ ફાઉન્ડેશન દ્વારા એ રોટલી ગૌશાળા સુધી પહોંચાડવામાં આવશે. ગોરધનભાઈ લીંબાણી અને પારસભાઈ વરસાણીના વિચારોથી પ્રેરીત થઈ નવા મેનેજમેન્ટ સાથે વિકસતા અંકુર વિદ્યાભવન ખાતે શાળાના પ્રિ-પ્રાયમરીથી ધોરણ 12 સુધીના બાળકો દ્વારા પેહલી રોટલી ગાય માટેના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે અમારા વિદ્યાર્થી ગાયમાતા માટે અને મૂંગા પ્રાણી માટે એક ભાવના કેળવાય અને પ્રાણીજીવન માટે કંઈક નવું કરવાના હેતુ સાથે આ અભ્યાનની શરૂઆત કરેલ છે.
શાળા પરિવાર તરફથી દરેક લોકોને અપીલ કરવામાં આવે છે. કે આપણે ગાયમાતા માટે કંઈક કાર્ય કરી ગાયમાતા નો બચાવ કરવો જોયે. અને બધા લોકો / શાળા આ રીતે ગાયમાતા માટે એક અભિયાનની શરૂઆત કરો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી