માંડવીકૃષિ મંગલ હોલ ખાતે સન્માન સંભારંભ યોજાયો.

Featured Video Play Icon
Spread the love

માંડવીકૃષિ મંગલ હોલ ખાતે સન્માન સંભારંભ યોજાયો.
ઇફકો સહકાર રત્ન મળવા બદલ માનસિંગ પટેલનો સન્માન સંભારંભ

માંડવીકૃષિ મંગલ હોલ ખાતે માંડવી સહકારી મંડળીઓ દ્વારા ઇફકો સહકાર રત્ન મળવા બદલ માનસિંગ પટેલનો મંત્રી શ્રી કુંવરજીની આગેવાની હેઠળ સન્માન સંભારંભ યોજાયો.

માંડવી કૃષિ મંગલ હોલ ખાતે માંડવી સહકારી મંડળીઓ દ્વારા ઇફકો સહકાર રત્ન મળવા બદલ શ્રી માનસિંગભાઈ પટેલનો સન્માન સંભારમ મંત્રી કુંવરજીભાઈ હળપતિની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુમુલના ડિરેક્ટર જયેશ પટેલ તથા સંદીપ દેસાઈએ માનસિંગભાઈ પટેલને કાર્યની સરાહના કરી ઇફકો સહકાર રત્ન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન ક પાઠવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાત અને સમગ્ર દેશમાંથી પ્રથમ વખત બન્યું છે કે ગુજરાતનું રત્ન જેમને ઇફ્કો સહકાર રત્ન તરીકે માનસિંગ પટેલને સન્માનિત કરવામાં આવ્યા છે જે બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભગવાન એમની તંદુરસ્તી સારી રાખે અને કામ કરવાની શક્તિ આપે એવી શુભકામના પાઠવી હતી.

સુમુલના ચેરમેન માનસિંગભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં મને ઇફ્કો સહકાર રત્ન મળ્યો જે બદલ યોજવામાં આવ્યો છે એનો હું સહર્ષ સ્વીકાર કરું છું વિવિધ સહકારી સંસ્થાઓ અને સહકારી સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી હતી અને આવનાર દિવસોમાં માંડવી તાલુકામાં સહકારી પ્રવૃત્તિ મજબૂત બને અને છેવાળાના માનવીને લાભો મળે તેવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું આ પ્રસંગે સુમુલ ના ડિરેક્ટર શ્રી ડિસ્ટ્રીક કોપરેટીવ બેંકના ચેરમેન શ્રી બળવંતભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ અનિલભાઈ ચૌધરી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, નટુભાઈ રબારી, નરેન્દ્રસિંહ મહિડા તેમજ સામાજિક તથા રાજકીય આગેવાનો તથા સુમૂલ ડેરી સભાસદો કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

માંડવી તાલુકાના લોકો કહે છે કે કુંવરજીભાઈ 24 જેટલા પ્રતિનિધિઓ હાજર કરી બતાવે તો હું રાજીનામું આપી દઈશ. પરંતુ આજે તો મંત્રીશ્રી કુવરજીભાઈ હળપતિ સાહેબે આજના સન્માન સમારંભમાં 82 જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જે પ્રતિનિધિ કહેતા હતા તેમણે રાજીનામું આપી દેવું જોઈએકે નહિ ?…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *