સુરતની ચોક બજાર પોલીસે રીઢા વાહન ચોરોને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ચોક બજાર પોલીસે રીઢા વાહન ચોરોને ઝડપ્યો
ચોરાયેલી આઠ જેટલી બાઈકો કબ્જે કરી
કતારગામ, સિંગણપોર ડભોલી અને ઉત્રાણ પોલીસના ગુનાની કબુલાત

સુરતની ચોક બજાર પોલીસે રીઢા વાહન ચોરોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલી આઠ જેટલી બાઈકો કબ્જે કરી પાંચ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યાં હતી.

સુરતમાં વધી રહેલી ચોરી સહિતનાઓ ઘટનાઓ રોકવા ચોક બજાર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક બજાર પોલીસના સર્વેલન્સ સ્ટાફની ટીમે મળેલી બાતમીના આધારે રીઢા વાહન ચોરો સુનિલ આંબળિયા અને રાહુલ સોલંકીને ઝડપી પાડી તેઓની કડક પુછપરછ કરતા રીઢાઓ પાસેથી ચોરીની આઠ જેટલી બાઈકો કબ્જે કરી હતી. તો રીઢાઓએ ચોક બજાર ઉપરાંત કતારગામ, સિંગણપોર ડભોલી અને ઉત્રાણ પોલીસ મથકના પાંચ ગુનાની કબુલાત કરી હતી. હાલ તો ચોક બજાર પોલીસે રીઢાઓની વધુ પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *