આજે સમગ્ર દેશમાં વિશ્વ કારગીલ વિજય દિવસની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

આજે સમગ્ર દેશમાં વિશ્વ કારગીલ વિજય દિવસની ઉજવણી
સુરતના પીપલોદ સ્થિત કારગીલ ચોક ખાતે ઉજવણી
કારગીલ યુદ્ધના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ

આજે સમગ્ર દેશ વિશ્વ કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે સુરતના પીપલોદ સ્થિત કારગીલ ચોક ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કારગીલ યુદ્ધના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના શૌર્ય અને બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.

વિશ્વ કારગીલ વિજય દિવસ નિમિત્તે સુરતના પીપલોદ સ્થિત કારગીલ ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદોને યાદ કરી તેમને સલામી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, શહેર ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *