ભાવનગરમાં લારી પાથરણાવાળા ધારકોએ મનપા કચેરીનો ઘેરાવ કર્યો.

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં લારી પાથરણાવાળા ધારકોએ મનપા કચેરીનો ઘેરાવ કર્યો.
લારી અને પાથરણાવાળા વેપારીઓ પર કોર્પોરેશનના ‘અત્યાચાર’નો આરોપ,
કચેરીના પટાંગણમાં રામધૂન બોલાવી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરી ને ગામ તળાવ વિસ્તાર, મેઈન બજાર, ઘોઘા ગેઈટ ચોક સહિતના વિસ્તારોમાં રોડ પર ઉભેલા લારી ધારકોને હટાવવામાં આવી રહ્યા છે જેના વિરોધમાં આજરોજ કોંગ્રેસ આગેવાનો મોટી સંખ્યામાં લારી ધારકો સાથે રાખી ને રેલી સ્વરૂપે મહાનગરપાલિકા કચેરી ખાતે આવી ડે. કમિશનરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં દબાણ હટાવવાની કામગીરીને લઇ કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલએ જણાવ્યું હતું કે, કેરીની સીઝન દરમિયાન પોતાની રોજીરોટી કમાતા લારી અને પાથરણાવાળા વેપારીઓ સાથે પાલિકાની ટીમ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે, પાલિકાના શાસકો અને અધિકારીઓ ગરીબ વેપારીઓ સાથે આતંકવાદી જેવું વર્તન કરી રહ્યા છે દબાણ હટાવવાના નામે વેપારીઓની લારીઓ તોડી નાખવી, વજનકાંટા જપ્ત કરવા અને નાના બાળકોને રાખવાના ઘોડિયા પણ ઉપાડી જવા જેવી ક્રૂર કાર્યવાહી સામે રોષ ફાટી નીકળ્યો છે.

કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે, જો ગરીબ વેપારીઓને ન્યાય નહીં મળે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી મ્યુનિસિપલ કમિશનર અને મેયરની રહેશે.વિરોધ પક્ષે સવાલ ઉઠાવ્યો છે કે, પાલિકાની ટીમ માત્ર ગરીબો પર જ કેમ દબાણ હટાવવાની કામગીરી કરે છે? નેતાઓએ માંગણી કરી છે કે, જે ટીમ ગરીબ લારીવાળાઓ પર લાઠી ચલાવે છે, તે જ ટીમને બોરતળાવ જેવા વિસ્તારોમાં રહેલા મોટા દબાણો દૂર કરવાની જવાબદારી સોંપવામાં આવે, જેથી તેમની ખરી તાકાત અને હોંસલો ખબર પડે.બીજી તરફ, આ સમગ્ર મામલે મનપા ના ડે. કમિશનરએ જણાવ્યું હતું કે, દબાણ હટાવવાની કામગીરી પાલિકાની રૂટિન ડ્રાઈવનો ભાગ છે અને તે નિયમાનુસાર સમાન ધોરણે કરવામાં આવે છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *