સુરતમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ
પોલીસે મુખ્ય આરોપી અને તેની સાથી મહિલાની ધરપકડ કરી
આરોપી 23 જેટલા ગુનામાં સંડોવાયેલો
સુરતમાં એકલવયી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી તેઓ પાસેથી દાગીના સહિતનો મુદ્દામાલ પડાવી લેતી મહિલા સહિત બેની ટોળકીને ખટોદરા પોલીસે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તો આરોપીઓ અગાઉ પણ પોલીસ હાથે વિવિધ ગુનામાં ઝડપાયા હોવાનુ સામે આવ્યુ છે.
સુરતમાં એકવયી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગનો આતંક વધતા સુરત પોલસ આ ગેંગને ઝડપી પાડવા મેદાને આવી ગઈ હતી. ત્યારે સુરતની ખટોદરા પોલીસે એકવયી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગની મહિલા સના પરવીન ગુલામનબી શેખ અને મોહમ્મદ અસ્પાક ઉર્ફે ગોલ્ડન મોહમ્મદ અબ્બાસ શેખને ઝડપી પાડ્યા હતાં. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 2 લાખ 33 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો આ ટોળકી ઓટો રિક્ષામાં વૃદ્ધાઓને બેસાડી તેઓને ડરાવી ધમકાવી તેઓના ઘરેણાં પડાવી લેતી હતી. તો ઝડપાયેલ આરોપી અસ્પાક અગાઉ 23 જેટલા ગુનાઓમાં સંડોવાયો હોવાનુ પણ ચર્ચાઈ રહ્યુ છે. હાલ તો ખટોદરા પોલીસે વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી લુંટ કરતી ટોળકીની મહિલા સહિત બેને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.