સુરતમાં કેફી પીણું પીવડાવી ભાજપના નેતાએ યુવતી પર કર્યો બળાત્કાર
સુરત પોલીસે ‘શિસ્તબદ્ધ’ પાર્ટીના નેતાની કરી ધરપકડ
આરોપીને કોર્ટમાં રજુ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા
યુવતિને કેફી પ્રદાર્થ પિવડાવી કારમાં હોટલમાં લઈ જઈ સામુહિક બળાત્કાર ગુજારનાર ભાજપના વોર્ડ મહામંત્રી અને તેના મિત્રને પોલીસે ઝડપી પાડ્યા બાદ કોર્ટમાં રજુ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તો ભાજપના મહામંત્રી દ્વારા કરાયેલા ગેરાકાયદે દબાણો પણ પોલીસે પાલિકાની મદદથી દુર કર્યા હતાં.
સુરતમા જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં ભાજપના વોર્ડ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયએ એક યુવતિને કેફિ પ્રદાર્થ પિવડાવ્યા બાદ તેણીને કારમાં ઓયો હોટલમાં લઈ જઈ ત્યાં આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્રએ યુવતિ પર વારા ફરતી સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવને લઈ જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી નરાધમ બળાત્કારી ભાજપના વોર્ડ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ને ઝડપી પાડ્યા હતાં. અને કોર્ટમાં રજુ કરી પોલીસે બન્નેન 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જ્યારે કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં. તો બીજી બાજુ આદિત્ય ઉપાધ્યાય ભાજપના વોર્ડ મહામંત્રી હોય જેને લઈ તેણે પોતાના વિસ્તારમાં ગેરકાયદે દબાણો કરી નોનવેજનો ઢાબો શરૂ કર્યો હતો જે ગેરકાયદે કરાયેલા દબાણને પણ જહાંગીરપુરા પોલીસે પાલિકાની ટીમને સાથે રાખી ડીમોલીશન કરી દબાણ દુર કર્યુ હતું.